વર્ષ 2007 માં ભાવનગરમાં GPSC વર્ગ 1/2 ની તૈયારીના હેતુથી એક મિત્ર જૂથ સ્થપાયેલ. આ સમયે ભાવનગરમાં GPSC કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી કોઈ સંસ્થા ન હતી. જેથી ભાવનગરના વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે અમદાવાદ કે ગાંધીનગર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે તથા માર્ગદર્શન માટે જવું પડતું. ભાવનગરના વિદ્યાર્થીઓ મહેનતું અને ટેલેન્ટેડ હોવા છતાં માર્ગદર્શનના અભાવે અન્ય સ્પર્ધકો સામે ટકી શકતા નહી. વળી ગ્રામીણ ક્ષેત્રના વિદ્યાર્થીઓને આવી પરીક્ષાઓની જાણકારી મળતી નહી. તેમજ જુદી જુદી પરીક્ષાઓમાં ઓનલાઈન ફોર્મ ભરવા તથા અભ્યાસક્રમ વિગેરે માહિતીના અભાવના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપતા નહી કે સફળ થતા નહી. તેમજ મોટા ભાગના ઉમેદવારો સરકારી ભરતીઓમાં ગેરરીતિઓ થતી હોવાનું માનીને તૈયારી કરતા નહી. તેવી ગેરસમજણના કારણે પદ્ધતિસરનું માર્ગદર્શન મળી રહે તે હેતુથી વિમલભાઈ જોષી, ગૌતમભાઈ મિયાણી, રામચંદ્રભાઈ જોષી, ઋષિકેશભાઈ જોષી, મેહુલભાઈ ભટ્ટ, વિજયભાઈ પંડયા વિગેરે મિત્રોએ મળી અમીતભાઈ પંડયાની હોસ્ટેલમાં વિનામૂલ્યે માર્ગદર્શન આપવાનું શરૂ કરેલ. આ ગૃપમાંથી મેહુલભાઈ ભટ્ટ તથા વિજયભાઈ પંડયા સિવાયના બધા જ મિત્રો વર્ગ 1/2 માં સિલેકટ થઈ ગયેલા ત્યારે વિજયભાઈ પંડયાએ સંકલ્પ કરેલ કે " મારું સિલેકશન કલાસ 1/2 Officer માં નથી થયું, પરંતુ હું ઓછામાં ઓછા 100 વિદ્યાર્થીઓને કલાસ 1/2 Officer બનવામાં માર્ગદર્શન પુરૂં પાડીશ. " તેવા સંકલ્પના આધારે માર્ગદર્શન આપવાનું શરૂ કરેલ. તે દરમ્યાન પ્રથમ PSI ની ભરતી 2008 માં આવેલ. જેમાં 17 ઉમેદવારોને તૈયારી કરાવેલ તેમાંથી 16 ઉમેદવારો પ્રિલીમમાં પાસ થયેલા અને ફાઈનલ રીઝલ્ટ સમયે 11 ઉમેદવારો સિલેકટ થયેલા બાદમાં તલાટી મંત્રીની ભરતીમાં 11 ઉમેદવારોને તૈયારી કરાવેલ તેમાંથી 9 સિલેકટ થયેલા.
ત્યારબાદ આ પ્રકારની પ્રવૃત્તિને પદ્ધતિસર રીતે કરવાની પ્રેરણા શ્રી રામચંદ્રભાઈ જોષીએ આપેલ અને વિચારણાના અંતે સંસ્થાનું નામ શ્રી વિમલભાઈ જોષીએ ' લક્ષ્ય કરિયર એકેડમી ' તેવું નામ કરણ કરેલ અને પ્રથમ તબક્કે નાયબ મામલતદાર તથા Dy.S.O. અને તલાટીની ભરતી આવેલ જેમાં નાયબ મામલતદારમાં 38 ઉમેદવારોમાંથી પ્રિલીમમાં 33 પાસ થયેલા અને ફાઈનલ સિલેકશન 33 ઉમેદવારોનું થયેલ તેમજ તલાટીમાં પંચાયત તલાટી 2011 માં 29 સફળ ઉમેદવારોનું સિલેકશન થયેલ જેમાં શ્રી ગૌતમભાઈ મિયાણી તથા વિમલભાઈ જોષીનો સિંહફાળો રહેલો છે.
ત્યાર બાદ વિજયભાઈ પંડયાના સફળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ હાલ સુધી 10000+ વિદ્યાર્થીઓને જુદી જુદી સરકારી નોકરીમાં પહોંચાડવામાં સફળ રહ્યા છે. અને હાલ Officer કેડરમાં પણ 650 ઉમેદવારો સિલેકટ થયેલા છે. વિજયભાઈ પંડયાના સફળ નેતૃત્વ, કુનેહ, માર્ગદર્શનની સામે સાથે તેમની શ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા માર્ગદર્શન આપવાની વૃત્તિના કારણે આ સંસ્થા ગુજરાતની નામાંકિત સંસ્થામાં સ્થાન પામી છે. આ સંસ્થાને આટલી ઉંચાઈએ પહોંચાડવાના ભગીરથ કાર્યમાં શ્રી સુરેશભાઈ ડુમરાળીયા, સનતભાઈ રમણા, વિપુલભાઈ રમણા, તુષારભાઈ દવે, પ્રદિપભાઈ બારૈયા, નિકુંજભાઈ રમણા તેમજ લક્ષ્ય પરિવારનો સિંહફાળો રહેલો છે.
હાલમાં આ સંસ્થા ગુજરાતના શ્રેષ્ઠ ફેકલ્ટીઝની ટીમ ધરાવે છે અને ગુજરાતના જુદા–જુદા જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ તૈયાર કરવાના હેતુથી આ સંસ્થામાં પ્રવેશ મેળવે છે.
-
Talati 2014-2 -
Talati 2014 -
slider 3 -
WAY TO SUCCESS -
WAY TO SUCCESS
